માંગરોળ તાલુકાની ઝાંખરડા શાળામાં હોળીની અનેરી રીતે ઉજવણી કરતાં તમામ કોમનાં વિદ્યાર્થીઓ.

0
IMG-20210401-WA0137
Contact News Publisher

માંગરોળ તાલુકાનાં ઝાંખરડા ગામેં સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત, પ્રાથમિક શાળા આવેલી છે.આ શાળામાં હોળીની અનેરી રીતે વિદ્યાર્થી ઓ ઉજવણી કરે છે.આ શાળામાં અભ્યાસ કરતાં મુસ્લિમ સિવાયનાં અન્ય કોમનાં વિદ્યાર્થીઓ ખજૂર અને ચણા લાવી પોતાનાં હાથે,મુસ્લિમ વિદ્યાર્થીઓને ખવડાવે છે.જ્યારે મુસ્લિમ વિદ્યાર્થીઓ મુસ્લિમ સિવાયનાં અન્ય કોમનાં વિદ્યાર્થીઓને કલરથી રંગે છે. આમ આ શાળામાં હોળીની અનેરી રીતે ઉજવણી કરવામાં આવે છે.અત્રે યાદ આપવું જરૂરી છે કે આ શાળામાં ફરજ બજાવતાં શિક્ષક સઇદભાઈની મહેનત ને પગલે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે આ પ્રકારની વિવિધ પ્રવૃતિઓમાં પણ ભાગ લઈ છે.અને કંઈક નવું શિખે છે.આમ આ શાળા વર્ષમાં અનેકો વખત નવી નવી પ્રવૃતિઓ કરી,સમાચારપત્રોમાં ચમકતી રહી છે.

રિપોર્ટ:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other