માંગરોળ પોલીસે સેલારપુર ગામે જાહેરમાં રમાતા, જુગરધામ ઉપર રેડ કરતાં,4 ઝડપાયા.

0
Screenshot_20210325_161339
Contact News Publisher

માંગરોળ તાલુકાનાં સેલારપુર ગામે,જુગારધામ પર,માંગરોળ પોલીસે રેડ કરતાં 2 પુરૂષ અને 2 મહિલા સહિત કુલ 4 ની રોકડ રકમ સાથે અટક કરવામાં આવી છે.પોલીસને મળેલી બાતમી મુજબ સેલારપુર ગામે રેખાબેન એ.વસાવાનાં ઘરની આગળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે.જેથી પોલીસ ટીમે રેડ કરતા,સ્થળ ઉપરથી પોલીસે 3910 રોકડા રૂપિયા, રેડ દરમિયાન જપ્ત કર્યા છે.જ્યારે જુગાર રમી રહેલા પ્રકાશ આર. ચૌધરી, જયહીત બી.વસાવા,સોનાબેન એ.ચૌધરી, રેખાબેન એ. વસાવાની, તમામ રહેવાસી સેલારપુરની અટક કરી છે.પોલીસે આ ચાર આરોપીઓ વિરૂધ્ધ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હે.કો. યોગેશભાઈ બાલુભાઈ ચલાવી રહયા છે.

રિપોર્ટ-નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other