માંગરોળ તાલુકાના વાંકલ ગામે ગાંધીજયંતિ નિમિતે વિવિધ કાર્યકમો યોજાયા
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયતમાં બીજી ઓક્ટોબર ગાંધીજયંતિ નિમિતે ઘર, મહોલ્લા, ફળિયામાં સ્વચ્છતા રાખવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આંગણવાડીની બહેનો એ વંદે ગુજરાતનાં માધ્યમથી ટીવી સ્ક્રીન પર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સ્વચ્છતા અંગેનો કાર્યક્મ નિહાળ્યો હતો અને વાંકલ હાઈસ્કૂલમાં આંગણવાડીની બહેનો માટે સ્વછતા અભિયાન અંતર્ગત હૅન્ડવૉશ, કીટ વિતરણ નો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. વાંકલ મેઈન બજારમાં સફાઈની કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટી.ડી.ઓ. ડી.બી. પટેલ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત, સરપંચશ્રી ભરતભાઈ વસાવા, તલાટીકમ મંત્રીશ્રી સતિષભાઈ ગામીત,નારણભાઇ પટેલ, શૈલેષભાઇ મૈસુરીયા, સુરેશભાઈ પ્રજાપતિ, તાલુકામાંથી દેવેન્દ્રભાઈ તથા ગામના આગેવાનો હાજર રહી સ્વછતા અભિયાન કાર્યક્મ સફળ બનાવ્યો હતો.
