વઘઈના ગોદડીયા ગામે પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને મોતને ધાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : મળતી માહિતી મુજબ વઘઇ તાલુકાના ગોદડીયા ગામે રહેતા શંકરભાઇ મનાભાઇ ગાયકવાડ તેની પત્ની સાથે મજુરી કામ કરી જીવન નિર્વાહ કરી રહયા હતા પણ સોમવારના રાત્રે શંકરભાઇ મનાભાઇ ગાયકવાડે તેમની પત્ની સાથે કોઇ અન્ય વ્યકિત સાથે આડા સંબધ હોવાની શંકા વહેમ રાખી પત્ની સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો. જે ઝધડો ઉગ્ર બનતા રોષે ભરાયેલા પતિ શંકરભાઈ એ ઘરમાં પડેલા લાકડાના પાટીયા વડે પત્ની મમતાબેન ઉમર વર્ષ ૨૭ પર હુમલો કરી માથા ભાગે બે ત્રણ ફટકા મારતા પત્ની ને ગંભીર ઇજાઓ પહોચતા ગંભીર રીતે ઘવાયેલ મમતાબેનનું ઘટના સ્થળ પર જ મોત નીપજયુ હતુ જયારે મમતાબેન ના પિતા મંગળભાઇ ચૌધરી એ આ ઘટનાની ફરિયાદ વઘઇ પોલીસ મથકે નોધાવી હતી જયારે વઘઇ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોચી આરોપી પતિ શંકરભાઈ ગાયકવાડની ધરપકડ કરી કલમ ૩૦૨ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.