ગુંગો બની દાન માંગનારો રેકી કરીને મોબાઇલ ચોરી જતો : મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
ગુંગો બની દાન માંગનારો રેકી કરીને મોબાઇલ ચોરી જતો : મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. ગઇ તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ મોબાઇલ ચોરીનો ગુનો વ્યારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતો. નોંધાયેલ ગુના મુજબ ગઇ તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ ત્રણ મોબાઇલ અજાણ્યો ચોર ચોરી કરી લઇ નાસી ગયેલ હતો.

જે અનડીટેકટ ગુનો શોધી કાઢવા શ્રી બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો પોલીસ માણસો દ્વારા સી.સી.ટીવી ફુટેજ જોવાની તેમજ ખાનગી બાતમીદારો મારફતે ગુનો ઉકેલવાની તજવીજમા હતા. તે દરમ્યાન પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ તથા પો.કો. રાજુભાઇ ઝીણાભાઇ તથા રાજીશભાઇ ગોપાળભાઇને મળેલ સંયુકત બાતમી આધારે વ્યારાના જુના બસ સ્ટેન્ડ પાસેથી ચોરીના આ ગુનામાં સંડોવાયેલ આરોપી- માંગીલાલ મીઠારામ રાજનઠ ઉ.વ.૪૦ ને પકડી પાડી તેની પુછપરછ કરતા તે પોતે ગુંગો હોવાનું જણાવેલ. પોલીસે ત્યાર બાદ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તે બોલતો હોવાનુ જણાય આવતા પકડાયેલ આરોપી પાસેની એક પ્લાસ્ટીકની થેલીમાં અલગ અલગ કંપનીના કુલ-૦૬ મોબાઇલ ફોનો મળી આવેલ જેની કિ.રૂ. ૫૧,૫૦૦/- તથા પીળા કલરના લેમીનેશનવાળા હીન્દી અને ગુજરાતી ભાષામાં દાન માંગવા માટે લખાણવાળા પેમ્પ્લેટો મળી કુલ કિ.રૂ.૫૧,૫૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કરી પકડાયેલ આરોપીને તા.૦૪/૦૯/૨૦૨૬ ના રોજ હસ્તગત રાખી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે. ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) માંગીલાલ મીઠારામ રાજનઠ ઉ.વ.૪૦ હાલ રહેવાસી સંતોષીનગર ઝુંપડપટ્ટી, ડીંડોલી રોડ, ઉઘના સુરત શહેર મુળ રહે નટુ કા ઘર, મકનપુરા ગામ તા.મારવાડ જંકશન જી પાલી રાજસ્થાન

ડીટેક્ટ થયેલ ગુનાની વિગત :-

(૧) વ્યારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૧૨૬૧૬૪૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૦૧(૩) મુજબ

કબજે કરેલ મુદ્દામાલઃ-

(૧) લીલા કલરનો મોટોરોલા કંપનીનો EDGE 50 મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૨૪,૫૦૦/-, (૨) મેટાલિક કલરનો વીવો કંપનીનો V2065 મોડલવાળો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-, (૨) બ્લ્યુ કલરનો ટેકનોસ્પાર્ક કંપનીનો SPARK 7 મોડલવાળો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫,૦૦૦/-, (૪) સફેદ કલરનો રેડમી કંપનીનો REDMINOTE 9 PRO મોડલ વાળો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫,૦૦૦/-, (૫) કાળા અને સિલ્વર કલરની પટ્ટીવાળો સેમસંગ કંપનીનો A 50 મોડલવાળો મોબાઇલ ફોન કિં.રૂ.૫,૦૦૦/-, (૬) બ્લ્યુ કલરનો મોટોરોલા કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૨,૦૦૦/-. ઉપરોકત તમામ મોબાઇલ ફોન કિ.રૂ.૫૧,૫૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે.

ગુનાનો એમ.ઓ.

પોતે બનાવટી ગુંગો બની અલગ અલગ ગામોમાં જઇ ઘરે ઘરે ફરીને દાન માટે પેમ્પ્લેટો બતાવી દાન માંગતો ફરી તે વખતે રેકી કરીને જે ઘરમાં કોઇ સભ્ય હાજર ન હોય ત્યારે ઘરમાંથી મોબાઇલ ફોનો ચોરી કરવાનો

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ. શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી., જી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી.આહિર પેરોલ ફર્લો સ્કોડ તાપી એ.એસ.આઇ જયેશભાઇ લીલકીયાભાઇ બ.નં.-૬૫૪, એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ બ.નં.-૬૮૬, એ.એસ.આઇ આનંદભાઇ ચેમાભાઇ બ.નં.-૨૬૭, હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ બ.નં.-૩૯૧, હે.કો લેબજીભાઇ પરબતજી બ.નં.-૬૮૨, હે.કો હરપાલસિંહ અભેસિંહ બ.નં.-૩૨૨, પો.કો વિપુલભાઇ રમણભાઇ બ.નં.-૫૦૬, પો.કો રાજુભાઇ ઝીણાભાઇ બ.નં.-૭૩૯, પો.કો.રાજીશભાઇ ગોપાળભાઇ બ.નં.-૯૦૮, પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ બ.નં.-૯૦૭, પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ બ.નં ૩૭૩ નાઓએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *