માંગરોળ DGVCL કચેરી દ્વારા આજે મેઇન્ટેન્સ કામ શરૂ : ૬ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ ખાતે આવેલી DGVCL કચેરી દ્વારા આજે તારીખ ૧૨ સપ્ટેમ્બરના મોસાલી વીજ સબસ્ટેશન માંથી નીકળતા માંગરોળ ટાઉન્ડ HT વીજ ફીડર અને આ લાઇન ઉપર આવેલા તમામ TC નું મેઇન્ટેન્સ કામ કરવાનું હોય, આજે સાંજે ૬ વાગ્યા સુધી માંગરોળ ટાઉન ફીડરનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. હવે થોડા દિવસો પછી ચોમાસાની મૌસમ વિદાય લેશે, એને ધ્યાનમાં લઈ માંગરોળ DGVCL કચેરી દ્વારા હમણાં થીજ મેઇન્ટેન્સ ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે માંગરોળ ટાઉન ફીડરની લાઈનનું તથા આ લાઇન ઉપર આવેલા તમામ ટ્રાન્સફોર્મર ઉપર મેઇન્ટેન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. વધારાના માણસોની મદદ લઇ DGVCL નો સ્ટાફ આ કામગીરી કરી રહ્યો છે.આજે સવારે ૧૦ વાગ્યા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને સાંજે ૬ વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહેશે એમ DGVCL ની કચેરી તરફથી જાણવા મળ્યું છે.