હંમેશા મુસાફરોથી ભરચક રહેતું, સુરતનું રેલ્વે સ્ટેશન હાલમાં સુમસામ નજરે પડે છે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હંમેશા મુસાફરોથી ભરચક રહેતું સુરતનું રેલ્વે સ્ટેશન હાલમાં સુમસામ નજરે પડી રહ્યું છે. કોરોના કાળથી રેલ્વે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારથી આ રેલ્વે સ્ટેશન સુમસામ નજરે પડી રહ્યું છે. એકલ દોકલ માણસો નજરે પડી રહ્યા છે. રેલ્વે વિભાગ ફરી મુસાફર ટ્રેનો શરૂ કરે તો ફરી સુરતનું રેલ્વે સ્ટેશન મુસાફરોથી ભરચક નજરે પડશે. બંધ હોવાથી કુલીઓ અને સ્ટેશન ઉપર ઉભા કરાયેલા સ્ટુલોના માલિકોની આવક પણ બંધ થઈ જવા પામી છે.