જિલ્લાકક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત થતાં ડોલવણના શિક્ષકશ્રી તુષારકુમાર તંબોળી

0
જિલ્લાકક્ષાના 'શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ'થી સન્માનિત થતાં ડોલવણના શિક્ષકશ્રી તુષારકુમાર તંબોળી
Contact News Publisher

જીવનજ્યોત હાઈસ્કુલ બરડીપાડા ખાતે તુષારભાઈ ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૫. :- શિક્ષક દિવસની ઉજવણીના વિશેષ અવસરે તાપી જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ વ્યારાની કે.કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે ભવ્યતાપૂર્વક યોજાયો હતો. આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સમર્પિત સેવાઓ આપનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમ દરમિયાન ડોલવણ તાલુકાના જીવનજ્યોત હાઈસ્કુલ બરડીપાડાના માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી તુષારકુમાર તંબોળી ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. તેમને તાપી જિલ્લાના ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા શ્રી તંબોળી પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ આપવાની સાથે-સાથે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સક્રિય રહ્યા છે.

 

શિક્ષક તરીકેની પોતાની સફર વિશે વાત કરતા શ્રી તુષારકુમાર તંબોળીએ જણાવ્યું કે, ભગવાનનો આભાર માનું છું કે મને શિક્ષક તરીકેની નોકરી આપી અને બાળકો સાથે આત્મસંતોષ કેળવવાની મોટી તક મળી છે. તેઓ હંમેશાં શિક્ષક તરીકેના ગર્વ સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેશે.

 

તેમણે અત્યાર સુધી રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં ૪ વખત ભાગ લીધો છે. ‘ઇન્સપાયર એવોર્ડ’ અંતર્ગત ૨ વખત રાજ્ય કક્ષા સુધીનું પ્રતિનિધિત્વ કર્યું છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *