આજે વધુ વરસાદ અને પવનને પગલે HT-LT લાઈનનાં તારો તૂટ્યા : પાંચ કલાક બાદ વીજપુરવઠો શરૂ કરાયો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આજે તાલુકા મથક માંગરોળ સહિત આસપાસનાં ગામોમાં વ્યાપક વરસાદની સાથે પવન ફૂંકાયો હતો જેને લીધે મોસાલી વિજસબસ્ટેશનમાંથી નીકળતા માંગરોળ ટાઉન ફીડરની HT લાઇન અને માંગરોળ પેટ્રોલપંપ નજીક LT લાઈન પર ઝાડ પડતાં તાર તૂટી જવા પામ્યા હતા.જેથી માંગરોળ ટાઉનનો વીજપુરવઠો પાંચ કલાક બંધ રહ્યો હતો.LT લાઈનનો તાર જોઈટ કરવા DGVCL નો કર્મચારી પોલ ઉપર ચઢતાં પોલ જમીનદોસ્ત થતાં કર્મચારીને માથા સહિત શરીર પર ઇજાઓ થવા પામી હતી,જેને નજીકનાં સારવાર કેન્દ્ર ખાતે લઈ જઈ સારવાર આપવામાં આવી હતી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *