માંગરોળ તાલુકા ખેડૂત સમાજ તરફથી માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરકાર તરફથી જમીનનાં મહેસુલી કાયદામાં જે સુધારો કરી, કરાયેલાં સુધારામાં હવે બિનખેડુત પણ જમીન રાખી શકશે. એ સામે માંગરોળ તાલુકા ખેડૂત સમાજે વિરોધ નોંધવી આ પ્રશ્ને માંગરોળના મામલતદાર દિનેશભાઇ ચૌધરીને એક આવેદનપત્ર આપ્યું છે.અને આ કાયદો સરકાર પરત ખેંચે એવી માંગ કરવામાં આવી છે.પ્રસંગે રમણભાઇ ચૌધરી, ઇંદ્રિસ મલેક, સુરેશભાઈ વસાવા હાજર રહ્યા હતા.