સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર દેશમાં બીજાક્રમે પરંતુ સિવિલ હોસ્પિટલમાં ગંદકી અને કદાવ યથાવત
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સ્વચ્છતા સર્વેક્ષણ-2020માં સુરત શહેર સમગ્ર દેશમાં બીજાક્રમે આવ્યું છૅ. છતાં સરકારની સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરની બહારની આગળનાં ભાગનાં માર્ગ પર કાદવ કીચડના થર જામી ગયા છે. જ્યારે પાછળનાં ભાગે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. પાણીની ટાંકીનું ઢાંકણ પણ ખુલ્લું નજરે પડ્યું હતું. જ્યારે કેમ્પસમાં ક્વાર્ટરો પાસે ઝાડી-ઝાંખરા અને ગંદકીને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી રહયો છે. આ સમસ્યાઓ દૂર કરવા માંગ કરાઈ છે.