કીમ પોસ્ટ ઓફિસ પાસે પસાર થતી પીવાના પાણીની લાઇનમાં લીકેજ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ખાતે આજે કીમ પોસ્ટઓફીસ પાસેથી પ્રજાજનોને પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડતી મુખ્યપાઈપ લાઈનનો વાલ કોઈક કારણોસર લીકેજ થતા પીવાનું શુધ્ધ પાણી રસ્તા પર આવી ગયું હતું, વાલ લીકેજ થતા હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી રસ્તા ઉપર આવી જતાં આ પાણીનો વ્યય થવા પામ્યો છે. સાથે જ હાલમાં ચોમાસાની મૌસમ ચાલતી હોય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયું હતું તેમાં આ પાણી રસ્તા ઉપર આવતાં સમગ્ર રસ્તા ઉપર પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *