સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ : જિલ્લાના માંડવી નગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : પોલીસ મથક પણ લપેટમાં

0
Screenshot_20200817-174747_WhatsApp
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા એક અઠવાડીયાથી સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને પગલે જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં આવેલા લો-લેવલ બ્રિજો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. તો આજે પણ જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ રહેતાં જિલ્લાના માંડવી નગરનાં કેટલાંક મકાનો અને ઝૂંપડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. માંડવી થી મઢી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જ્યારે માંડવી પોલીસ મથકમાં પણ વરસાદી પાણી એ પ્રવેશ કરી દીધો છે. આમ આજે જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણીને પગલે માર્ગો પણ બંધ થઇ જવા પામ્યા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *