સુરત જિલ્લાના તાલુકા મથક ઉમરપાડાની ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ ધ્વજવંદન કરવાનું ભૂલ્યા : ગ્રામજનોમાં ભારે રોષ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તાલુકા મથક ઉમરપાડાની ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ ધ્વજવંદન કરવાનું ભૂલી જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામનાં મહિલા સરપંચ રમીલાબેન વસાવાની ગંભીર ભૂલનેે પગલે આ બનાવ બન્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જયારે ગ્રામ પંચાયતના તલાટી યજુવેન્દ્ર વસાવાએ ગ્રામજનોને કારણ આપ્યું કે ગ્રામ પંચાયતનાં કમ્પાઉન્ડમાં સાફ સફાઈ નહીં કરી હોવાને કારણે ધ્વજવંદન કરાયું નથી, હવે આ પ્રશ્ને સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા જવબદારો સામે શું પગલાં ભરશે તેની રાહ તાલુકાની જનતા જોઈ રહી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *