માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામેથી પસાર થતી ભૂખી નદીમાં બે તણાયા
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના આંબાવાડી ગામેથી ભૂખી નદી પસાર થાય છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડતાં નદી અને નાળાઓ જળબંબાકાર બન્યા છે.ત્યારે આજે તારીખ ૧૪ નાં સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ આંબાવાડી ગામનાં અશોક શકર વસાવા, ઉંમર આશરે ૫૨ વર્ષ તથા સવજી ઉર્ફે શિવા રવજી ચૌધરી, ઉંમર ૪૦ વર્ષનાં ભૂખી નદીમાં પગ લપસી જતાં બન્ને નદીના પાણીના વહેરમાં તણાઈ જવા પામ્યા છે. લોકોએ એમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ પાણીનાં વહેણની ગતિ ખુબજ તીવ્ર હોય આ બંને ને બચાવી શકાયા ન હતા.આ બનાવ પ્રશ્ને આબવાડી ના જલાલખાન પઠાણે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે હાલમાં જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.