માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે આધેડ ખાડીમાં તણાયો

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે કેટલાક ગામોમાં કોઝવે નીચા હોવાથી પાણી ભરવાની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે આંબાવાડી-કુંડીને જોડતાં રોડ પરથી ખાડી પસાર થાય છે તેના ઉપર કોઝવે આવેલો છે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો ત્યારે આંબાવાડી-કુંડી કોલોની ફળિયામાં રહેતા અશોકભાઈ શંકરભાઈ વસાવા (ઉં.60)પુલ પરથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પાણીમાં તણાઈ ગયા હતા.સ્થાનિક લોકોની શોધખોળ બાદ પણ કોઈ પત્તો લાગ્યો ન હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other