આજે વરસાદને પગલે માંડવીના બોધાન થી મુજલાવ વચ્ચે આવેલી વાવ્યા ખાડી ઉપરનો લો-લેવલ બ્રીજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ : અનેક ગામો બારડોલી, કામરેજ, સુરત જવા માટે વિખૂટા પડી ગયા
(નઝીર પાંડોર દ્વારા, મંગરોળ) : માંડવીના બોધાન થી મુજલાવ વચ્ચે વાવ્યા ખાડી આવેલી છે આ વાવ્યા ખાડી દરવષે ચોમાસામા જોરમાં વરસાદ પડે એટલે અનેક ગામો બારડોલી, કામરેજ, સુરત જવા માટે વિખૂટા પડી જાય છે. આજે વરસાદ પડતાં આ ખાડી ઉપરનો લો-લેવલ બ્રીજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે.
આ ખાડી ઉપર હાઈ-લેવલ બ્રીજ બનાવવા માટે સંબંધિત વિભાગોને લેખિત તથા મૌખિકમાં જાણ કરવા છતા કોઇ પરિણામઆવ્યું નથી, આ ખાડી ઉપર બ્રીજ બનાવવા માટે ગયા વર્ષે બૈધાન ગ્રામ પચંયાતે ગ્રામ સભામાં ગ્રામ સભામા ઠરાવ કરી સંબંધિત વિભાગને રજુઆત કરી છે. છતા કોઇ પણ વિભાગે આજદિન સુધી આ પ્રશ્ને કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. આ ખાડી ઉપર તાકીદે હાઈ-લેવલ બ્રીજ બનાવવામાં આવે એવી માંગ બોધાન ગામવાસીઓએ કરી છે.