ઉમરપાડા તાલુકાનું દેવઘાટ અને ચોખવાડા ખાતેનું પંચનાથ મહાદેવનાં મંદિરનો વિસ્તાર ચોમાસામાં જોવા લાયક બન્યો છે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉમરપાડા તાલુકાનાં દેવઘાટ ખાતે અતિસુંદર કુદરતી ધોધ આવેલા છે.આ સ્થળ ઉપર જંગલ વિસ્તારમાંથી જવાય છે. હાલમાં ચોમાસાની મૌસમ હોય આ સ્થળ તથા ચોખવાડા ખાતે વર્ષો જૂનું પંચનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થળને રાજ્યનાં પ્રવાસન વિભાગે પ્રવાસન સ્થળ તરીકે ઉભું કરી સારી એવી સુવિધાઓ ઉભી કરી છે. હાલમાં આ બન્ને સ્થળની મુલાકાત લઈ કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળે એમ છે. પકૃતિપ્રેમી એવા કેતનકુમાર ભટે પ્રજાજનોને આ સ્થળોની મુલાકાત લેવા અનુરોધ કર્યો છે.