માંગરોળ ખાતર ડેપો ઉપર ખાતર હોવા છતાં ખેડૂતોને ન આપતાં ખેડૂતોએ મચાવેલા હોબાળા બાદ આજે વહેલી સવારથી જ ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે GNFC નો ખાતરનો ડેપો આવેલો છે.હાલમાં ખેડૂતો ને ખાતરની તાતી જરૂરિયાત છે. ખાતરની છેલ્લા ઘણાં સમયથી અછત ઉભી થવા પામી છે.અને ખેડુતો ખાતર લેવા માટે વહેલી સવારથી ડેપો ખાતે લાઇન લગાવીને ઉભા રહી છે.પરંતુ નિયમ મુજબ એક આધારકાર્ડ પર પાંચ ગુણ ખાતર આપવામાં આવે છે. ગઈકાલે માંગરોળ ડેપો ખાતે ૨૬૦ ગુણ ખાતર આવ્યું છે.પરંતુ માંગરોળ ડેપો ખાતે જે અધિકારી ફરજ બજાવતાં હતા તેની બદલી કરી દેવામાં આવી છે અને માંગરોળ ડેપોનો ચાર્જ તડકેશ્વર ખાતે કાર્યરત ડેપોના અધિકારીને આપવામાં આવ્યો છે.જેથી ચાર્જ વાળા અધિકારીને માંગરોળ ડેપોનો જે પાસવર્ડ કોડ આપવાનો હોય તે ન આપવામાં આવતા ગઈકાલે માંગરોળ ડેપો ખાતે ખાતર હોવા છતાં આપવામાં આવ્યું ન હતું આ પ્રશ્ને ખેડૂતોએ હોબાળો મચાવતાં આખરે ગઈકાલે ટોકન આપી આજે ખાતર લેવા આવવાનું જણાવતાં મામલો થાળે પડ્યો હતો.આજે વહેલી સવારે GNFC નાં અધિકારીઓ ડેપો ખાતે આવી પોહચ્યા હતા અને ગઈકાલે જે ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા તે ખેડૂતોને ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ ખેડૂતોનું કહેવું છે કે પાંચ બેગથી થઈ શકે એમ નથી ખેડૂતોને ખાતરની વધુ બેગો આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other