માંગરોળ તાલુકામાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે તાલુકામાં કોવિડ સારવાર સેન્ટર ઉભું કરવા પ્રજાજનોની માંગ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકો ઘણો મોટો વિસ્તાર ધરાવે છે. અને હાલમાં તાલુકામાં કોરોનાં ના કેસો નોંધાઈ રહ્યા છે છતાં એક પણ કોવિડ હોસ્પિટલ કે સારવાર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું નથી, આ વિસ્તારનાં દર્દીઓને સુરતની દર્દીઓ થી ભરચક કોરોના હોસ્પિટલો માં લઈ જવામાં આવે છે,જયારે તાલુકાની આસપાસ આવેલ ભરૂચ જિલ્લાની હદ ના દરેક તાલુકાઓ માં કોવિદ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે પરંતુ માંગરોળ તાલુકમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાવવા માટે નીચે થી ઉપર સુધી ની કોઈ નેતાગીરીએ ચિંતા કરી નથી તે હકીકત તાલુકા ની કમનસીબ પ્રજા માટે દુઃખદ અને શોચનીય છે.જ્યારે કેટલીક ફેક્ટરીઓને ચાલુ રખાવવા માટે જે પ્યાસો કરાયા છે. એટલી ચિંતા તાલુકા ની પ્રજા ને કોવિડ સામે રક્ષણ અને સારવાર માટે કરી નથી તેનો પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *