કીમ ચારરસ્તાથી માંડવી તરફ જતા રાજ્યધોરીમાર્ગ પર ભાટકોલ પાસે પડ્યો ભુવો : અકસ્માતનો ઉભો થયો ભય
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચોવીસ કલાક હમેશા વાહન વ્યવહારથી ધમધમતા કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ પર ભાટકોલ પાસે આ માર્ગ ઉપર મોટો ભુવો પડ્યો છે, જેને પગલે અકસ્માત થવાનો સંભવ ઉભો થવા પામ્યો છે.અગાઉ પણ આ ભુવા ની બાજુ માં ભુવો પડ્યો હતો, જે ભુવો માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે મહિના પછી બનાવામાં આવ્યો હતો.હાલમાં માર્ગ અને માર્ગ ઉપર પથ્થર અને પટ્ટી બાંધી આરશ કરી દેવામાં આવી છે. કોઈ મોટો અકસ્માત સર્જાય એ પહેલાં આ માર્ગ ઉપર પડેલા ભુવાને પુરવામાં આવે એવી માંગ વાહનચાલકોએ માંગ કરી છે.