ઉંમરપાડા તાલુકાના વાડી ગામ પાસે કારની અડફેટે બાઇકચાલકનુ મોત અને એકને ગંભીર ઇજા
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ ) : પ્રાપ્ત થતી માહિતી અનુસાર તા.5 જુલાઇના રોજ સંદિપભાઈ ચૌધરી (રહે મુ.વેગી તા.માંડવી જી.સુરત) અને તેમના પત્ની તારાબેન સાથે પોતાની ઍક્ટિવા ગાડી (નં. GJ 19 AQ 1389) લઈને કામ અર્થે કવચિયા ખાતે ગયા હતાં.ત્યારબાદ ઘરે પરત ફરતી વેળા ઝંખવાવ-નેત્રંગ રોડ ઉપર બંધ પડેલા બાયો ડિઝલનાં પંપ પાસે હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા ગાડી નં.(GJ 19 AF 3640) ના કારચાલકે અડફેટમાં લેતા બાઇકચાલક સંદિપભાઇને માથાના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને અને તારાબેનને ઇજાઓ થતાં 108 મારફતે પ્રાથમિક સારવાર માટે ઝંખવાવ સરકારી દવાખાને લઇ જવાયા હતાં અને વધુ સારવાર અર્થે બારડોલી સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.કારચાલક અકસ્માત સર્જી વાહન મુકી ફરાર થઈ ગયો હતો.આ ઘટનાની જાણ ઉંમરપાડા પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી કાર પર કબજો મેળવી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
