ટ્રકમાં મકાઇના કોથળાની આડમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે  આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી

0
ટ્રકમાં મકાઇના કોથળાની આડમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે  આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. ગઇ કાલ તા.૨૯/૧૦/૨૦૨૬ ના રોજ એલ.સી.બી., તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પોલીસ માણસો સાથે સોનગઢ માંડળ ટોલ નાકા ખાતે પ્રોહિબીશનની કામગીરી રૂપે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. બિપીનભાઇ રમેશભાઈ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતભાઇને મળેલ ખાનગી બાતમી આધારે એક ટાટા કંપનીની ૧૨ વ્હીલ વાળી ટ્રક જેનો નંબર GJ-25-T-8092 મા મકાઇના કોથળાની આડમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની અલગ બ્રાન્ડની દારૂની બોટલ/ટીન નંગ-૧૦૯૦૮ જેની કુલ કિં.રૂ.૩૪,૫૮,૮૩૨/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા તથા મોબાઇલ નંગ-૧ આશરે કિં.રૂ.૫,૦૦૦/-તથા મકાઇના કોથળા જેમાં મકાઇનું કુલ વજન આશરે ૫૨૫૦ કિ.ગ્રા. જેની કિં.રૂ.૩૬,૭૫૦/- મળી કુલ્લે કિમત રૂપિયા ૪૩,૦૦,૫૮૨/- ના મુદ્દામાલ સાથે આરોપી- મંથનભાઈ નરશીભાઇ ફળદુ ઉ.વ.૪૨ રહે. બ્લોક નંબર- ૧ પશુ દવાખાના સામે બાલકૃષ્ણનગર સોસાયટી માણાવદર તા.માણાવદર જી.જુનાગઢ ને પકડી પાડી તેમજ ટ્રક માલિક અને પ્રોહી મુદ્દામાલ આપનાર એમ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ-

(૧) ભરતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ/ટીન નંગ-૧૦૯૦૮ જેની કુલ કિં.રૂ.૩૪,૫૮,૮૩૨/-, (૨) ૧૨ વ્હીલર ટ્રક- કિ.રૂ.૮,૦૦,૦૦૦/-, (૩) મોબાઇલ નંગ-૧ આશરે કિં.રૂ.૫,૦૦૦/, (૪) મકાઇના કોથળા જેમાં મકાઇનું કુલ વજન આશરે ૫૨૫૦ કિ.ગ્રા. જેની કિં.રૂ.૩૬,૭૫૦/-, કુલ્લે કિ.રૂ. ૪૩,૦૦,૫૮૨/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી., તાપી તથા એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડ, તાપીના એ.એસ.આઇ. બિપીનભાઈ રમેશભાઇ, અ.હે.કો. લેબજીભાઇ પરબતભાઇ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇએ કામગીરી કરેલ છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *