કુંજલ પટેલે MBBS માં પ્રવેશ લઈ શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૩. મૂળ ગામ ઘોડવણી તાલુકો ચીખલી જિલ્લો નવસારીનાં વતની અને સુરતની મોરાભાગળ સ્થિત લોકમાન્ય વિદ્યાલય હાયર સેકન્ડરીનાં સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી કુંજલ રાજેશભાઈ પટેલે NEET પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગુજરાતની પ્રતિષ્ઠિત બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદમાં MBBS માં પ્રવેશ મેળવી શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું છે. કુંજલ પટેલની આ સિદ્ધિ બદલ લોકમાન્ય વિદ્યાલય પરિવાર, સમાજનાં આગેવાનો અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કુંજલની આ સફળતા આજનાં યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે. ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા શકુંતલાબેન પટેલનાં સુપુત્ર એવાં કુંજલ પટેલ તેની સેવાકીય કારકિર્દી દ્વારા સમાજની ઉત્તમ સેવા કરે તેવી શુભકામના ઓલપાડ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળા પરિવારે પણ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
