DRDA સુરતના તાલીમાર્થીઓની ઉકાઈ એક્વાકલ્ચર સેન્ટરની મુલાકાત

0
DRDA સુરતના તાલીમાર્થીઓની ઉકાઈ એક્વાકલ્ચર સેન્ટરની મુલાકાત
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૯. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), સુરતના ૬૦ તાલીમાર્થીઓ દ્વારા આજે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈની મુલાકાત લેવામાં આવી હતી.

 

આ મુલાકાત દરમિયાન સેન્ટરના પ્રતિનિધિઓ તથા અધિકારીઓ દ્વારા તાલીમાર્થીઓને મત્સ્યપાલન ક્ષેત્રે વિકાસની તકો, ઉદ્યોગસાહસિકતા તથા મહિલાઓ માટે રોજગારી અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

ડૉ. સ્મિત આર. લેન્ડે, હેડ, સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર દ્વારા તાલીમાર્થીઓને માછીમારી અને એક્વાકલ્ચર ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવિધ તકો, નવીન પ્રવૃત્તિઓ તથા આ ક્ષેત્રને આજીવિકા સાથે જોડવાની સંભાવનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.

 

ત્યારબાદ તાલીમાર્થીઓએ કેન્દ્ર ખાતે મત્સ્ય પાલન સલગ્ન સુવિધાઓ, તળાવ, લેબોરેટરી તથા અન્ય વિવિધ સુવિધાઓની મુલાકાત લઈ સેન્ટરની પ્રવૃત્તિઓ અને કાર્યપદ્ધતિ વિશે માહિતી મેળવી હતી.

 

આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના તાલીમાર્થીઓને મત્સ્યપાલન તથા એક્વાકલ્ચર ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગાર, સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાની તકોથી પરિચિત કરવાનો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *