ડાયેટ સુરત પ્રેરિત ત્રિદિવસીય શિક્ષક સજ્જતા તાલીમ ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાઈ

0
ડાયેટ સુરત પ્રેરિત ત્રિદિવસીય શિક્ષક સજ્જતા તાલીમ ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૩૦.  વર્ષ 2026થી ધોરણ-3 માટેનું અનુવાદિત NCERT ગણિત પાઠયપુસ્તક અમલમાં આવ્યું છે. આ પુસ્તકનાં અભિગમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ તાલીમ મોડ્યુલનો હેતુ ધોરણ-3 નાં શિક્ષકોમાં સ્પષ્ટ થાય એ સંદર્ભે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ત્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન અત્રેની ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. સદર તાલીમ વર્ગનાં તજજ્ઞો એવાં પ્રેક્ષાબેન પટેલ (કરંજ પ્રાથમિક શાળા), અલ્પાબેન કથીરિયા (સેગવાછામા પ્રાથમિક શાળા) તથા કાંતિભાઈ પ્રજાપતિ (શેરડી પ્રાથમિક શાળા) એ ગણિતમેળો પાઠ્યપુસ્તકમાં ઉપયોગ થયેલ વિવિધ પેડાગોજી જેમ કે અનુભવ આધારિત શિક્ષણ, રમતાં રમતાં શીખવાની પદ્ધતિ, ચર્ચા આધારિત શિક્ષણ, સહઅધ્યયન, પ્રોજેક્ટ આધારિત અભ્યાસ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અને સ્થાનિક સંદર્ભોને આધારે શીખવાની પ્રક્રિયા. આ તમામ પધ્ધતિઓની તબક્કાવાર ચર્ચા હાથ ધરી હતી.

આ તાલીમ બાબતે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ અનુસાર શિક્ષક હવે માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ માર્ગદર્શક, સહભાગી અને શીખવાની પ્રક્રિયાનાં સુગમકર્તા છે. તેથી શિક્ષકની ભૂમિકા વધુ જવાબદાર અને સર્જનાત્મક બની છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ તાલીમ શિક્ષકમિત્રોને ધોરણ 3 નાં ગણિત શિક્ષણને વધુ અસરકારક, આનંદદાયક અને ગુણવત્તાસભર બનાવવામાં ઉપયોગી સાબિત થશે અને વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ, આત્મવિશ્વાસ અને ગાણિતિક વિચારશક્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *