સાદડુન ખાતે ‘સેવા સેતુ ૨.૧’ કેમ્પમાં ૧૬ ગામોના ગ્રામજનોએ વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લીધો 

0
સાદડુન ખાતે ‘સેવા સેતુ ૨.૧’ કેમ્પમાં ૧૬ ગામોના ગ્રામજનોએ વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લીધો 
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 29 – તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાદડુન પ્રાથમિક શાળા ખાતે ‘સેવા સેતુ કાર્યક્રમ ૨.૧’ માં સાદડુન સહિત આસપાસના ૧૬ ગામોના ગ્રામજનોએ કેમ્પના માધ્યમથી એક જ સ્થળેથી વિવિધ સરકારી વિભાગોની સેવાઓ અને યોજનાઓનો લાભ લીધો હતો.

 

ગ્રામજનો માટે OBC, નોન-ક્રીમીલેયર, ડોમિસાઇલ, સિનિયર સિટિઝન તેમજ SC અને ST જાતિ પ્રમાણપત્રો મેળવવા માટેની સેવાઓનો સ્થળ પર સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. ઉપરાંત, પુરવઠા શાખા હેઠળ રેશનકાર્ડમાં નામ ઉમેરવું, સુધારો કરવો કે નામ કમી કરાવવું જેવી સેવાઓ તેમજ ખેતીવાડી યોજનાઓ અને DGVCL શાખાની વીજ સંબંધિત વિવિધ સેવાઓનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો.

 

સાથે જ આંગણવાડી અને આરોગ્ય વિભાગના સ્ટોલ થકી યોજાયેલ નિઃશુલ્ક આરોગ્ય તપાસણી અને પોષણ જાગૃતિ કાર્યક્રમનો લાભ મેળવીને ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *