ઉચ્છલ તાલુકા કક્ષાની ચિત્ર-વકૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરતાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

0
ઉચ્છલ તાલુકા કક્ષાની ચિત્ર-વકૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરતાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
Contact News Publisher

વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાને ઉજાગર કરી મળતી તકોનો સકારાત્મક અભિગમ સાથે લાભ લે : મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

—- 

ચિત્ર સ્પર્ધા-વકૃત્વ સ્પર્ધામાં ૧૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા ૪,૫૦૦થી વધુ વાલીઓએ ભાગ લીધો

—

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૬ :- રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે શનિવારે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉચ્છલ તાલુકા કક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને આવી વિવિધ સ્પર્ધાઓ અને તકોનો લાભ લઈ સકારાત્મક અભિગમ સાથે પોતાની પ્રતિભાને ઉજાગર કરવા તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

નોંધનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત આ ચિત્ર અને વકૃત્વ સ્પર્ધામાં ઉચ્છલ તાલુકાના વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા-વકૃત્વ સ્પર્ધામાં ૧૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા ૪,૫૦૦થી વધુ વાલીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ બીઆરસી ભવનના પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો હતો.

 

આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરવિંદભાઈ ગામીત, શાળા પરિવારના સભ્યો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other