રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે દીપડાના હુમલાથી અસરગ્રસ્તની મુલાકાત લીધી

0
રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે દીપડાના હુમલાથી અસરગ્રસ્તની મુલાકાત લીધી
Contact News Publisher

ઉચ્છલ સરકારી હોસ્પિટલ ખાતે સુંદરાબેનના હાલચાલ પૂછી સાંત્વના પાઠવી; વન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી

 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૬ :- રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના રહેવાસી અને ઉચ્છલ તાલુકાના દેવચાંદની ખાતે દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સુંદરાબેન રવિદાસભાઈ નાઈકની ઉચ્છલ સરકારી હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ તેમના હાલચાલ પૂછ્યા હતા.

 

શનિવારે સવારે ઉચ્છલ તાલુકાના દેવચાંદની ખાતે સુંદરાબેન પર દીપડાએ હુમલો કર્યાની ઘટનાની જાણ થતાં મંત્રીશ્રી તાત્કાલિક ઉચ્છલ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

 

મંત્રીશ્રીએ સુંદરાબેનની તબિયત અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી તેમજ તેમની સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને દીપડાને નિયંત્રણમાં લેવા તેમજ સ્થાનિક ગ્રામજનોની સુરક્ષાને પ્રાથમિકતા આપી જરૂરી તકેદારીના પગલાં ભરવા સૂચના આપી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other