ગ્રીન ગાર્ડિયન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પારડી કોબા ગામમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ

શિક્ષણ સાથે સેવા અને સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૫. ઓલપાડની પારડી કોબા પ્રાથમિક શાળામાં ટ્રસ્ટનાં સેવાભાવી કાર્યકરો દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને શાળા યુનિફોર્મ અર્પણ કરવામાં આવ્યા હતાં. આ સાથે નોટબુક,પેન્સિલ બોલપેન, ફૂટપટી, સ્કેચપેન, કલર વગેરે જેવી શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાનાં આચાર્યએ ટ્રસ્ટનાં દાતાઓ અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવા સેવાકીય પ્રયાસો બાળકોમાં આત્મવિશ્વાસ વધારે છે અને શિક્ષણ પ્રત્યે સકારાત્મક વાતાવરણ ઊભું કરે છે. ગ્રીન ગાર્ડિયન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ સેવા બદલ ગ્રામજનો, વાલીઓ અને શાળા પરિવાર દ્વારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
