‘સાઇબર સિક્યુરિટી’ વિષય પર એક દિવસીય કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું

0
 ‘સાઇબર સિક્યુરિટી’ વિષય પર એક દિવસીય કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું
Contact News Publisher

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૨૫. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી અંતર્ગત ચાલતા MSW ના વિધાર્થીઓ માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન તા. 23-9-2026 ના રોજ સફળ પૂર્વક કરવામાં આવ્યું હતું. યુનિવર્સીટીના આદરણીય કુલપતિ, ડો. કિશોરસિંહ એન. ચાવડા સાહેબ, કુલસચિવ, ડો. રમેશદાન ગઢવી સાહેબ, વિભાગના અધ્યક્ષ, ડો. એમ. એન. ગાયકવાડ સાહેબ અને કાર્યશાળાના સંચાલક, ડો. બહાદુરસિંહ વસાવા સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વમાં સમાજકાર્યના વિધાર્થીઓએ વિવિધ જવાબદારીઓ નિભાવીને આખા કાર્યક્રમનું સફળ આયોજન પાર પાડેલ હતું.

એક દિવસીય કાર્યશાળાના સંચાલક, ડો. બહાદુરસિંહ વસાવા દ્વારા કાર્યશાળાના ઉદ્દેશ્યો સમજાવ્યા હતા, જયારે વિભાગના અધ્યક્ષ અને MSW ના કો-ઓર્ડીનેટર, ડો. એમ.એન. ગાયકવાડ દ્વારા વિષયના સંદર્ભમાં વ્યક્તિગત, અન્ય લોકો સાથે થયેલા અને થઇ રહેલા ઓનલાઇન ફ્રોડથી નુકસાન અને તેમાં રાખવાની સાવચેતીઓ ઉદાહરણો સહિત તેનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યશાળામાં વિષયના નિષ્ણાંત તરીકે Head Held High Foundation ના સ્ટાફ, શ્રીમતિ કિંજલ જોષી અને શ્રીમતિ ખુશ્બુ મેહતા ઉપસ્થિત રહી વિધાર્થીઓને ખુબ જ સારી રીતે સાઇબર સિક્યુરિટી સંદર્ભે વિગતવાર સમજણ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આયોજિત કાર્યશાળામાં 64 થી વધારે વિધાર્થીઓએ અને ફેકલ્ટી મેમ્બર્સે ભાગ લઇ સાયબર સિક્યુરિટીની મહત્વની સમજણ મેળવી હતી અને તેને લગતા પડકારોને કઇ રીતે પાર પાડી શકાય તે અંગેની સાચી સમજણ પ્રાપ્ત કરી હતી. સાથે કાર્યશાળામાં ભાગ લીધો તેના ડિજિટલ પ્રમાણપત્રો ફાઉન્ડેશન થકી આપવામાં આવ્યા હતા. આખા કાર્યશાળાનું સંચાલન સાજિયા મલેકે કર્યું હતું જયારે આભાર વિધિ જ્યોતિ પાલે કરી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *