આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ – રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત 

0
આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ - રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત 
Contact News Publisher

રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે નિઝર-ઉચ્છલમાં રૂ. ૧.૬૫ કરોડના ખર્ચે કુલ ત્રણ મલ્ટી પર્પઝ સેન્ટરનું લોકાર્પણ કર્યુ 

—   

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૪ : ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લામાં વિવિધ સેવાકીય અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે તાપી જિલ્લાના નિઝર તાલુકાના ખેરવા, ઉચ્છલ તાલુકાના નારણપુરા અને જામલી ખાતે મલ્ટી પર્પઝ સેન્ટરનું લોકાર્પણ તથા તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું.

 

આ મલ્ટી પર્પઝ સેન્ટરોનું નિર્માણ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન’ અંતર્ગત કરવામાં આવ્યું છે. ત્રણેય મલ્ટી પર્પઝ સેન્ટરના નિર્માણ પાછળ કુલ રૂ. ૧.૬૫ કરોડનો ખર્ચ થયો છે, જેમાં ખેરવા, નારણપુરા અને જામલી ખાતે પ્રત્યેક કેન્દ્રના નિર્માણ માટે રૂ. ૫૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે. PM-JANMAN અભિયાન પણ આદિજાતિ સમાજના જીવનધોરણમાં સુધારો લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે.

 

તેમણે જણાવ્યું હતું કે, સરકારની વિકાસયાત્રામાં ગ્રામજનોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સેવા મારું યોગદાન’ જેવા અભિયાનો દ્વારા સેવાકીય અને વિકાસના કાર્યોને વધુ વેગ મળી રહ્યો છે. સરકારની યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સૌના સહયોગ અતિમહત્વપૂર્ણ છે.

 

આ સેન્ટરમાં સ્ટોર રૂમ, કોમ્યુનિટી હોલ, ઓફિસ, એએનએમ, કિચન, ક્લાસ રૂમ અને ટોઈલેટ-બાથરૂમ, મીટિંગ સહિત આંગણવાડી અને આરોગ્યલક્ષી સુવિધાઓ વિકસાવવામાં આવેલી છે.

 

આ પ્રસંગે પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશ કુમાર મૌર્ય, મામલતદારશ્રીઓષ સ્થાનિક પદાધિકારીઓ, આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *