ઉકાઈ તાલુકાના જમાપુર ગામ ખાતે સ્વચ્છતા અભિયાનમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ જોડાયા

ગ્રામજનો સાથે સફાઈ કામગીરી કરી સ્વચ્છતા જાળવવા અપીલ; શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૩ : સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અભિયાના ભાગ રૂપે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડે ઉકાઈ તાલકના જમાપુર ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સફાઈ કામગીરી કરી હતી. આ પ્રસંગે તેમણે ગ્રામજનોને ગામમાં સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા તથા નિયમિત સફાઈ રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સ્વચ્છ ગામના નિર્માણ માટે ગ્રામજનોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવી અધિક કલેક્ટરશ્રીએ સ્વચ્છતા અભિયાનમાં સતત સહયોગ આપવા ગ્રામજનોને અપીલ કરી હતી.
ત્યારબાદ અધિક કલેક્ટરશ્રીએ જમાપુર ગામની શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓને સમયસર અને નિયમિત ભોજન મળી રહ્યું છે કે કેમ તેમજ ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થા અંગે જરૂરી માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન ગામની સ્વચ્છતા તેમજ શાળામાં વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
