પારિવારિક મતભેદથી પરેશાન વ્યારાની પરિણીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી

0
અભયમ મહિલા હેલ્પલાઈન નંબર

181

Contact News Publisher

તાપી-વ્યારા વિસ્તારમાં પારિવારિક મતભેદમાં 181 અભયમની સમજાવટથી સુખદ સમાધાન

 

ઞઠ 181 અભયમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપ્યું અને પરસ્પર સંમતિથી સુખદ સમાધાન કરાવ્યું

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. તાપી જિલ્લાના વ્યારા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી મદદ માંગી હતી. મહિલાની રજૂઆત મુજબ, તેમના પતિ અન્ય મહિલા સાથે ફોન તથા સંદેશા દ્વારા સંપર્કમાં રહેતા હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે વારંવાર મતભેદ અને તકરારની પરિસ્થિતિ ઊભી થતી હતી. મહિલાએ પતિને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા હોવા છતાં પરિસ્થિતિમાં સુધારો ન થતાં તેમણે 181 અભયમનો સંપર્ક કર્યો હતો.

 

મહિલાનો કોલ મળતાં જ તાપી 181 અભયમ રેસ્ક્યુ ટીમે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાની વાત સાંભળી હતી. ત્યારબાદ સામે પક્ષના પતિ સાથે પણ વાતચીત કરી તેમની રજૂઆત જાણી હતી. ટીમે બંને પક્ષને સામસામે બેસાડી શાંતિપૂર્ણ વાતચીત દ્વારા સમગ્ર પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો.

 

કાઉન્સેલિંગ દરમિયાન અભયમ ટીમે પતિ-પત્નીને પારિવારિક સંબંધોમાં પરસ્પર વિશ્વાસ, સન્માન, જવાબદારી અને સંવાદનું મહત્વ સમજાવ્યું હતું. પતિને પત્ની સાથે કોઈપણ પ્રકારની મારઝૂડ, હિંસા કે હેરાનગતિ ન કરવા સમજાવવામાં આવ્યા હતા. સાથે જ મહિલાના કાયદાકીય હકો તથા ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, ૨૦૦૫ હેઠળ ઉપલબ્ધ કાયદાકીય રક્ષણ અંગે જરૂરી સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

અભયમ ટીમે ખાસ કરીને તેમના બાળકના ભવિષ્ય અને પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને પક્ષને પરસ્પર સમજણથી વિવાદનો અંત લાવવા સમજાવ્યા હતા. ટીમની સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ અંગે ખેદ વ્યક્ત કરી પત્ની પાસે માફી માંગી હતી. તેમજ ભવિષ્યમાં અન્ય મહિલા સાથે સંપર્ક ન રાખી પત્ની અને બાળક સાથે શાંતિપૂર્ણ રીતે પરિવારજીવન નિભાવવાની બાંહેધરી આપી હતી.

 

બંને પક્ષની સંમતિ અને સમજણથી પતિ-પત્ની વચ્ચેના પારિવારિક મતભેદનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. અભયમ ટીમની સમયસરની કામગીરી, કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શનથી મહિલાને જરૂરી સહાય મળી હતી. મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other