સેવા સેતુ કાર્યક્રમ ૨.૧ અંતર્ગત તાપી જિલ્લાના વિવિધ ગામોમાં તા. ૨૩ સપ્ટેમ્બરે સેવાઓનો લાભ અપાશે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૨. :- તાપી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ ૨.૧ ના ૧૨મા તબક્કા અંતર્ગત ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬, બુધવારના રોજ નિઝર, સોનગઢ, ઉકાઈ અને ડોલવણ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
નિઝર તાલુકામાં સાયલા પ્રાથમિક શાળા ખાતે રૂમકીતળાવ, વડલી, નવલપુર, ખેરવા, નવી ભીલભવાલી સહિતના ૭ ગામોને, સોનગઢ તાલુકામાં મોંઘવાણ પ્રાથમિક શાળા ખાતે ઘમોડી, જુનવાણ, મહુડી, ટીચકીયા, મોટા બંધારપાડા, મોંઘવાણ, મૈયાલી, મોટા સાતશીલા સહિતના ૧૫ ગામોના ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવશે.
આ ઉપરાંત ઉકાઈ તાલુકામાં સાતકાશી પ્રાથમિક શાળા ખાતે બોરદા, ગુંદી, વાજપુર, ઝરીઆંબા, મૌનીપાડા, માંડવીપાની, બાવલી, કુઇલીવેલ, એકલખાંભ, લીબાડી સહિતના ૧૯ ગામો તથા ડોલવણ તાલુકામાં ધોળકા પ્રાથમિક શાળા ખાતે ધામણદેવી, આસોપાલો, કલમકુઈ, ધોળકા, હરિપુરા, આમણીયા, આંબાપાણી, ચાકધરા, અંતાપુર સહિતના ૧૦ ગામોના ગ્રામજનોને સેવા સેતુ કાર્યક્રમ હેઠળ વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહેશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
