કોબા પ્રાથમિક શાળાનાં બાળકોને યુનિફોર્મનું દાન

0
કોબા પ્રાથમિક શાળાનાં બાળકોને યુનિફોર્મનું દાન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૦. કોબા પ્રાથમિક શાળામાં ગ્રીન ગાર્ડિયન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાનાં તમામ બાળકોને યુનિફોર્મનું દાન કરવામાં આવ્યું. યુનિફોર્મ મળતાં બાળકોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ હતી. બાળકો અને સમાજસેવા માટે હંમેશાં પ્રયત્નશીલ સેવાભાવી જિજ્ઞેશભાઈ તથા તેમની ટીમે આ સુંદર સેવાકાર્યને સાકાર કર્યું. વર્ષોથી સ્નેક રેસ્ક્યુ અને વૃક્ષારોપણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રજનીભાઈ તથા તેમની ટીમ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ગામનાં સરપંચ દિલીપભાઈ પટેલે ગ્રીન ગાર્ડિયન ચેરીટેબલ ટ્રસ્ટ, જિજ્ઞેશભાઈ, રજનીભાઈ તથા સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ સહિત શિક્ષકગણે પણ સેવાભાવી ટીમનાં આ માનવતાભર્યા કાર્યને બિરદાવ્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *