વ્યારાના રૂપવાડા ખાતે આંગણવાડી, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેકટરશ્રી દેવ ચૌધરી

0
વ્યારાના રૂપવાડા ખાતે આંગણવાડી, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેકટરશ્રી દેવ ચૌધરી
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૦ :- તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રૂપવાડા ગામ ખાતે કલેકટરશ્રી દેવ ચૌધરીએ બુધવારે આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત કચેરી અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કર્યું હતું.

 

​આંગણવાડી કેન્દ્ર ખાતે ભૂલકાંઓ સાથે સંવાદ સાધીને શિક્ષણ અને રમતગમતની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં વર્ગખંડોની મુલાકાત લઈને વિદ્યાર્થીઓની વાંચન, ગણન અને લેખનની ક્ષમતા ચકાસવામાં આવી હતી. તેમજ શાળા પરિવાર અને બાળકો સાથે સમૂહમાં વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ભૂલકાઓને દૂધ સંજીવની યોજના સહિતની તમામ યોજનાકીય લાભો મળી રહે અને તેમના પોષણમાં ઉત્તરોત્તર સુધારો આવે તે માટે આંગણવાડી સુપરવાઈઝર, કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

આ ઉપરાંત, કલેકટરશ્રી દેવ ચૌધરીએ રસોઈઘરની રૂબરૂ મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન/પોષણક્ષમ આહારની ગુણવત્તા, વાસણો અને સ્વચ્છતાની બારીકાઈથી ચકાસણી કરી હતી.

 

​ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચશ્રી, તલાટી તથા સ્થાનિક ગ્રામજનો સાથે બેઠક યોજીને સ્થાનિક ગ્રામ વિકાસ અંગે તેમજ યોજનાકીય લાભો પાત્ર લાભાર્થીને મળે છે કે કેમ? તે અંગે વિગતવાર ચર્ચા કરીને સબંધિતોને રચનાત્મક સૂચનો આપ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *