વ્યારા ખાતે EVM વેરહાઉસનું નિરીક્ષણ અને ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમમાં લોકપ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરતાં કલેક્ટરશ્રી દેવ ચૌધરી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 25.– તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ બુધવારે વ્યારા તાલુકા ખાતે આવેલ EVM વેરહાઉસની મુલાકાત લઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યુ હતુ. આ નિરીક્ષણ દરમિયાન સ્ટ્રોંગરૂમ, સી.સી.ટી.વી. કેમેરાની કાર્યક્ષમતા, નિભાવવામાં આવતા વિવિધ રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી.
આ સાથે તેમણે મામલતદાર કચેરી, વ્યારા ખાતે આયોજિત તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અરજદારશ્રીઓના વિવિધ પ્રશ્નો અને રજૂઆતોને રૂબરૂ સાંભળી હતી. આ ઉપરાંત, તાલુકા કક્ષાએથી જ લોકપ્રશ્નોનો ઝડપી અને સંતોષકારક નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
○○○
