ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાને સક્ષમ શાળા પુરસ્કાર

0
ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાને સક્ષમ શાળા પુરસ્કાર
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૧. ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળા કોબાને વર્ષ ૨૦૨૪-૨૫ માટે “સક્ષમ શાળા પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો છે. સ્વચ્છ, હરિયાળી અને સલામત શાળા અંતર્ગત પ્રાથમિક (ગ્રામીણ) વિભાગની બીહેવિયર ચેન્જ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ કેટેગરીમાં તાલુકા કક્ષાએ શાળાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્વચ્છતા, હરિયાળી, શુદ્ધ પાણી, શૌચાલય, આરોગ્ય, સલામતી તથા વિદ્યાર્થીઓમાં સકારાત્મક વર્તન પરિવર્તન માટે શાળા દ્વારા કરવામાં આવેલા આ ૧૮ પ્રયત્નો થકી આચાર્ય ધર્મેન્દ્ર પટેલને સન્માનિત કરવામાં આવેલ છે. શાળાની આ સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *