પોલીસ બેન્ડની દેશભક્તિની ધૂન અને આદિવાસી સંસ્કૃતિના સંગમ સાથે વ્યારામાં લહેરાયો ત્રિરંગો

0
પોલીસ બેન્ડની દેશભક્તિની ધૂન અને આદિવાસી સંસ્કૃતિના સંગમ સાથે વ્યારામાં લહેરાયો ત્રિરંગો
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૩. :- ૮૦મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે ૧૩મી ઓગસ્ટે વ્યારામાં યોજાયેલી ભવ્ય ત્રિરંગા યાત્રામાં સુરક્ષા દળો અને આદિવાસી સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

 

યાત્રાના પ્રારંભે અગ્રહરોળમાં માર્ચ કરતી પોલીસ બેન્ડની ટુકડીએ પોતાની શાનદાર ધૂનથી વાતાવરણમાં દેશભક્તિનો નવો જોશ પૂર્યો હતો. તેની સાથે જ સ્થાનિક આદિવાસી કલાકારો, બહેનો અને ભાઈઓ પોતાના પરંપરાગત પહેરવેશ, સુશોભિત ટોપલીઓ, ઢોલક અને વાજિંત્રો સાથે યાત્રામાં જોડાયા હતા. લોકસંસ્કૃતિ અને દેશભક્તિના આ અનન્ય સંગમે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.

 

પોતાના ગણવેશ અને છાતી પર ઝળહળતા મેડલો સાથે નિવૃત્ત સૈનિકો ગર્વભેર હાથમાં તિરંગો લઈને કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યા હતા. પોલીસ જવાનો, નિવૃત્ત સૈનિકો, આદિવાસી કલાકારો અને સામાન્ય નાગરિકોએ એક સાથે એક જ તાલમાં ચાલીને “વિવિધતામાં એકતા” અને ભારતીયતાની શક્તિનો ભવ્ય સંદેશ આપ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *