રાણી લક્ષ્મીબાઈ અને ભગતસિંહના રૂપમાં બાળકોએ લહેરાવ્યો ત્રિરંગો
Contact News Publisher


વ્યારામાં જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાની સાથેસાથે…
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૩. :- વ્યારા ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં ઉત્સાહ અને દેશભક્તિનું એક અનેરું ચિત્ર જોવા મળ્યું હતું. જ્યારે એક તરફ હજાર ફૂટ લાંબા તિરંગાના છાયડા તળે આખું વ્યારા શહેર એક થઈને ચાલતું હતું, ત્યારે બીજી તરફ ભારત માતા, રાણી લક્ષ્મીબાઈ, વીર ભગતસિંહ તથા દેશના જવાનોના પોશાકમાં સજ્જ બાળકોના હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને દેશની એકતા અને અખંડિતતાનો પરિચય આપી રહ્યા હતા. આ દ્રશ્ય માત્ર એક યાત્રા નહોતી, પરંતુ રાષ્ટ્રપ્રેમની જીવંત અભિવ્યક્તિ હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
