ડોલવણ તાલુકાના બામણામાળ દુર ખાતે ‘રિફોર્મ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત આદિવાસી પરિવારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
ડોલવણ તાલુકાના બામણામાળ દુર ખાતે ‘રિફોર્મ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત આદિવાસી પરિવારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

‘સુધાર ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત આદિવાસી પરિવારોને આરોગ્ય, પોષણ, આજીવિકા અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું

 

(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.૧૫ : તાપી જિલ્લામાં ‘રિફોર્મ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત ડોલવણ તાલુકાના બામણામાળ દુર ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN)ના હેઠળના મલ્ટી-પર્પઝ સેન્ટર ખાતે ‘સ્વાસ્થ્ય સેવા પોષણ સંગમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અતિ સંવેદનશીલ આદિવાસી જૂથો (PVTGs)ના પરિવારો સુધી આરોગ્ય, પોષણ અને આજીવિકા સંબંધિત સેવાઓ પહોંચાડવાનો હતો.

 

‘રિફોર્મ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત તા. ૧૫ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન પૂર્ણ થયેલા અને કાર્યરત બહુહેતુક સેવા કેન્દ્રો ખાતે લાભાર્થીઓને આરોગ્ય, પોષણ અને આજીવિકા સંબંધિત સેવાઓનો લાભ આપવા માટે વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

 

બામણામાળ દુર ખાતે યોજાયેલા ‘સ્વાસ્થ્ય સેવા પોષણ સંગમ’માં આંગણવાડી અને પોષણ સેવાઓ, આરોગ્ય સુવિધાઓ, સમુદાય સંવાદ તથા ફરિયાદ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા અને વન ધન વિકાસ કેન્દ્ર (VDVK)નાં ઉત્પાદનોના પ્રદર્શન દ્વારા સ્થાનિક આજીવિકાને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી હતી.

 

કાર્યક્રમમાં આંગણવાડી અને પોષણ સેવાઓ, આરોગ્ય સુવિધાઓ, સમુદાય સંવાદ અને ફરિયાદ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા તેમજ વન ધન વિકાસ કેન્દ્ર (VDVK)નાં ઉત્પાદનોના પ્રદર્શન દ્વારા સ્થાનિક આજીવિકાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકાયો હતો.

 

‘રિફોર્મ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત હાથ ધરાતી આવી પ્રવૃત્તિઓથી આદિવાસી સમુદાયને સરકારી યોજનાઓ અને પાયાની સેવાઓ અંગે જાગૃત કરી, આરોગ્ય, પોષણ તથા આજીવિકાના ક્ષેત્રે વધુ સારા લાભો પહોંચાડવાના પ્રયાસોને વેગ મળશે.

 

કાર્યક્રમમાં ડોલવણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, બામણામાળ દુર ગામના સરપંચશ્રી, પ્રાયોજના વહીવટદારની કચેરી, સોનગઢના મદદનીશ કમિશનર (શિક્ષણ), તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

●●●

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other