સોનગઢના બેડવાણ પ્ર. ઉમરદા અને જુનવાણ આંગણવાડીમાં સર્જનાત્મક પ્રવૃત્તિ યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૦. – આગામી ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બેડવાણ પ્ર. ઉમરદા તથા જુનવાણ આંગણવાડી ખાતે બાળકો માટે રાષ્ટ્રધ્વજમાં રંગપૂરણીની સર્જનાત્મક પ્રવૃત્તિ યોજાઈ હતી.
આ પ્રવૃત્તિમાં આંગણવાડીના ભૂલકાંઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની ડ્રોઈંગ બુકમાં દોરેલા રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ અને લીલા રંગો પૂરી ત્રિરંગાને આકર્ષક બનાવ્યો હતો. રંગપૂરણીની આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર, દેશભક્તિની ભાવના અને સર્જનાત્મકતાનો વિકાસ થાય તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકો પણ ઉત્સાહ અને આનંદ સાથે પ્રવૃત્તિમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આવી જ પ્રવૃત્તિઓ તાપી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ઉત્સાહભેર યોજાઈ રહી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
