ડોલવણના વાંકલા બ્રિજ પરથી ભારે વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરી વૈકલ્પિક રૂટ નક્કી કરાયો

0
Road closed and divert traffic to another rout
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૧૦ :- તાપી જિલ્લામાં ડોલવણ તાલુકા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. ૫૬ ઉપર, વાંકલા ગામે આવેલા બ્રિજ ખાતે ભારે વરસાદના કારણે બ્રિજની બાજુમાં બનાવવામાં આવેલી ઇંટ અને પથ્થરની દિવાલનું ધોવાણ થયું છે. જેથી વાહનચાલકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી બ્રિજ પરથી પસાર થતા ભારે વાહનોની અવરજવર બંધ કરી, રોડ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર. આર. બોરડે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

 

જાહેરનામા મુજબ, વ્યારાથી નવસારી જિલ્લાના ઉનાઈ, ભિનાર તરફ જતા તમામ ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ વ્યારાથી બેડચિત ત્રણ રસ્તા, બુહારી, કરચેલીયા, વલવાડા, હળદવા, અનાવલથી ભિનાર તરફનો રહેશે.

 

નવસારી જિલ્લાના ભિનાર, ઉનાઈ તરફથી વ્યારા, બારડોલી તરફ આવતા ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ ભિનારથી અનાવલ, હળદવા, વલવાડા, કરચેલીયા, બુહારી, વાલોડ, બાજીપુરા થઈ વ્યારા તરફનો રહેશે. તથા ભિનારથી અનાવલ, હળદવા, વલવાડા, કરચેલીયા, મહુવા થઈ બારડોલી તરફ જતા રસ્તાનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે.

 

આ જાહેરનામાની અમલવારી તા. ૩૦.૦૮.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *