તાપીના આશાબેન ચૌધરીને રાજ્યકક્ષાનો સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ ૨૦૨૬

0
તાપીના આશાબેન ચૌધરીને રાજ્યકક્ષાનો સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ ૨૦૨૬
Contact News Publisher

નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.01 :- શિક્ષણમાં નવીનતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આગવી પહેલ કરનાર તાપી જિલ્લાની મોડેલ સ્કૂલ ડોસવાડાનાં તત્કાલીન આચાર્યા અને હાલ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (પી.એમ. પોષણ) તરીકે ફરજ બજાવતા શ્રીમતી આશાબેન ચૌધરીને રાજ્યકક્ષાનો સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ ૨૦૨૬ એનાયત કરાયો છે.

 

પોરબંદર ખાતે સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના શૈક્ષણિક પરિસંવાદમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી એક શિક્ષક અથવા આચાર્યની પસંદગી કરવામાં આવી હતી.

 

મોડેલ સ્કૂલ ડોસવાડામાં તેમણે વૃક્ષ સંવેદના, પોષણ વન, સહયોગથી સિદ્ધિ, મિશન ૩૩+ થી ૧૦૦, મારી શાળામાં મારી કૃતિ સહિતની અનેક નવીન પ્રવૃત્તિઓ અમલમાં મૂકી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના યોગદાનથી શાળાને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *