ઉચ્છલના કાટાફળીયા અને શેલ્ટર હોમ ખાતે આરોગ્ય ટીમ દ્વારા સર્વે તથા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.01 :- ભારતીય હવામાન વિભાગ દ્વારા દ.ગુ. સહિત તાપી જિલ્લા માટે જાહેર કરાયેલા રેડ એલર્ટની આગાહીને પગલે ઉચ્છલ તાલુકામાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને આરોગ્ય ટીમે કાટાફળીયા તેમજ આશ્રયસ્થાનની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા સ્થાનિક રહીશો અને શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા લોકોનું આરોગ્ય તપાસ કરી હતી. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ખાસ સલામતીના ભાગરૂપે લોકોને પીવાના સુરક્ષિત પાણી અંગે માર્ગદર્શન આપીને જરૂરી દવાઓ, ક્લોરીનની ગોળીઓ અને ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, વિસ્તારમાં ભરાયેલા પાણીમાં મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે એન્ટી લાર્વલ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે પાણી ઉકાળીને પીવા તેમજ આસપાસ સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરવામાં આવી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
