મગનવાડી ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૯. આજરોજ કડોદરા-બારડોલી સ્થિત મગનવાડી ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ ગઈ. આ પ્રસંગે જિલ્લા સંઘ, રાજ્ય સંઘના હોદ્દેદારો, તાલુકા ઘટક સંઘનાં પ્રમુખો/મહામંત્રીઓ તથા સુરત જિલ્લાનાં તમામ કારોબારી સભ્યો હાજર રહ્યાં હતાં. પ્રારંભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ ગત સભાનું પ્રોસીડીંગ વાંચનમાં લીધુ હતું. નાણાંમંત્રી પ્રવિણભાઈ ત્રિવેદીએ વર્ષ 2023 થી 2025 સુધીનાં હિસાબો રજૂ કર્યા હતાં. જે સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યા હતાં. સભાનાં અધ્યક્ષસ્થાનેથી કિરીટભાઈએ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં આગામી અધિવેશન, ચૂંટણી અધિકારીની નિમણૂંક, બંધારણનાં નિયમ-5 સભાસદત્વ રદ કરવા બાબતના પેટા કાયદામાં સુધારો તથા અન્ય પડતર પ્રશ્નો બાબતે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. તદ્ઉપરાંત સુરત જિલ્લાનાં શિક્ષણને લગતાં મહત્વનાં પ્રશ્નો અને આગામી કાર્યક્રમો અંગે આ સભામાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અંતમાં આભારવિધિ સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ પ્રફુલભાઇ પટેલે આટોપી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
