વાલોડ તાલુકા કક્ષા શાળાકીય સ્પર્ધા (SGFI) ખો-ખોમાં વિનય મંદિર ગ્રામભારતીનો ભવ્ય વિજય

0
વાલોડ તાલુકા કક્ષા શાળાકીય સ્પર્ધા (SGFI) ખો-ખોમાં વિનય મંદિર ગ્રામભારતીનો ભવ્ય વિજય
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯. વાલોડ તાલુકા કક્ષા શાળાકીય રમતોત્સવ (SGFI) અંતર્ગત યોજાયેલી ખો-ખો સ્પર્ધામાં વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતી, કહેર કલમકુઈના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય, શિસ્ત અને ટીમભાવનાનું પ્રદર્શન કરીને તાલુકા કક્ષાએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.

આ સ્પર્ધામાં શાળાના વયજૂથ-17 ભાઈઓ, વયજૂથ-17 બહેનો તથા વયજૂથ-19 ભાઈઓની ટીમોએ તાલુકા કક્ષાએ ભવ્ય વિજય મેળવી શાળા, સંસ્થા અને સમગ્ર તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ પ્રસંગે વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ મંડળનાં પ્રમુખશ્રી તરલાબેન શાહ તથા મંત્રીશ્રી મનીષભાઈએ તમામ વિજેતા ખેલાડીઓ, રમતગમતના માર્ગદર્શક શિક્ષકો અને શાળા પરિવારને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખેલાડીઓને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળા અને સંસ્થાનું નામ વધુ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

શાળાના આચાર્યશ્રી, રમતગમતના કોચશ્રી, શિક્ષકગણ, વાલીઓ તથા ગ્રામજનોએ પણ ખેલાડીઓની આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. ખેલાડીઓની નિયમિત મહેનત, શિસ્ત અને સમર્પણના પરિણામે આ ગૌરવપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જણાવાયું હતું.

વિનય મંદિર ગ્રામભારતી પરિવાર તમામ વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે અને આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ઉજ્જ્વળ સફળતાની શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *