તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

0
Cctvcameracompulsory
Contact News Publisher

બેંકો, મોલ, હોટલ, ઝવેરી અને આર.ટી.ઓ. ચેકપોસ્ટ જેવા સ્થળોએ સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટર સાથે સુરક્ષાકર્મીઓ રાખવા ફરજિયાત

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 29 – તાપી જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામા મુજબ, જિલ્લાના મુખ્યમથકે તેમજ તાલુકા મથકો પર આવેલા તમામ બેંકિંગ સંસ્થાઓ, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર તથા શોપીંગ મોલ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, મેડિકલ સ્ટોર્સ, હોટલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ, બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, હાઈવે પરના ટોલનાકા, સોનગઢ આર.ટી.ઓ. ચેકપોસ્ટના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોએ પ્રવેશ દ્વાર ઉપર પુરતા પ્રમાણમાં તાલીમ પામેલા માણસોને સુરક્ષા માટે મેટલ ડિરેક્ટર સાથે ફરજ ઉપર નિયુક્ત કરવાના રહેશે.

ઉપરાંત, પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નિકળવાના દ્વારે, રિસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યા તથા જાહેર પ્રચાર માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા જાહેરનામા મારફતે જણાવાયું છે. સીસીટીવી કેમેરા સારી ગુણવત્તાવાળા, વધુ રેન્જના નાઈટ વિઝન વીથ રેકોર્ડિંગ સિસ્ટમ સાથેના તથા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે. સીસીટીવી કેમેરા ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટીકર્તાઓની રહેશે. સીસીટીવી કેમેરા લગાવવા તથા સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉપરોક્ત એકમોએ ત્વરિત કરવાની રહેશે.

કોઈપણ જગ્યાની અંદરના ભાગે સતત રીતે સંપૂર્ણ કવરેજ થાય તે રીતે ગોઠવવા, પ્રવેશતા અને બહાર નિકળતા તમામ માણસોની અવર-જવર જોઈ શકાય અને તમામના ચહેરા સ્પષ્ટ જોઈ શકાય તે રીતે કેમેરા ગોઠવવા, બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવા, પાર્કિંગની જગ્યામાં સંપૂર્ણ જગ્યાનું કવરેજ થાય તે રીતે ગોઠવવા, રિસેપ્શન કાઉન્ટર, લોબી બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા અંગે જાહેરનામામાં જણાવાયું છે.

આ જાહેરનામાની અમલવારી તા. ૨૬ જુલાઈ, ૨૦૨૬ થી તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *