તાપી જિલ્લામાં વરસાદ સામાન્ય થતાં વાહનવ્યવહાર પૂર્વવત, માત્ર ડોલવણ તાલુકામાં એક માર્ગ બંધ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૬. :- તાપી જિલ્લામાં અતિશય વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના કેટલાક આંતરિક માર્ગો પર કોઝવે તથા સ્લેબ ડ્રેઇન ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થયો હતો.
વરસાદનું જોર ઘટતાં મોટાભાગના માર્ગો પરથી પાણી ઓસરી ગયા છે. આજ તા. ૨૬/૭/૨૦૨૬ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાની સ્થિતિએ જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં વાહનવ્યવહાર પૂર્વવત શરૂ થઈ ગયો છે.
માત્ર ડોલવણ તાલુકાનો પંચોલ પલાસીયા રોડ ૨.૫૦ કિમી હાલ વાહનવ્યવહાર માટે બંધ છે.
સ્થાનિક રહીશો અને મુસાફરોની સલામતીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ બંધ માર્ગ પરથી પસાર ન થવા અને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
